LOCKDOWN: આશીર્વાદ કે અભિશાપ?

  • 19 Jun 2020
  • Posted By : Jainism Courses

LOCKDOWN:

આશીર્વાદ કે અભિશાપ?

- ACHARYA VIJAY MUKTIVALLABH SURIJI

 

સ્વાસ્થ્યની આધારશીલા... હાર્ટ …

દરેક માણસને સ્વાસ્થ્ય ગમે છે. સ્વસ્થ રહેવાનું કોને ગમે? સ્વાસ્થ્ય શબ્દ સામાન્ય રીતે શરીર સાથે જોડાયેલો છ. પરંતુ માત્ર શારીરિક સ્વાસ્થ્યથી માણસને સંતોષ કે સુખનો અનુભવ નથી થતો. શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ હોવું જરૂરી છ. આરોગ્ય સારું હોય પણ શાંતિ, સમાધિ કે ચિત્તની પ્રસન્નતા હોય તો માણસ દઃખી છ. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જરૂરી છ. તેટલું આધ્યાત્મિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે. જીવનમાં અધ્યાત્મ હોય તો અંધારું છે. ધર્મશ્રદ્ધા અને ધર્મના આચારોના પાલનથી આધ્યાત્મિક ઉર્જા પ્રગટે છે. સ્વસ્થ જીવન જીવવા માટે આધ્યાત્મિક ઉર્જા પણ અત્યંત જરૂરી છે. ધાર્મિકતા જુદી વસ્તુ છે અને સજ્જનતા જુદી બાબત છે. ધર્માત્મા કદાચ બની શકે તેણે પણ સજ્જન તો બનવું ઘટે. ક્ષમા, નમ્રતા, ઉદારતા આદિ ગુણો થકી ગુણાત્મક સ્વસ્થતા પ્રગટે છ.. અને.. તેવું એક મહત્વનું સ્વાસ્થ્ય છે સામાજિક સ્વાસ્થ્ય..   

સામાજિક સ્તરે યશ, પ્રસિદ્ધિ આદેયતા હોય તો માણસ સામાજિક રીતે સ્વસ્થ છે. 

પાંચ પ્રકારના સ્વાસ્થ્ય થયા... 

1.. Physical Health... 

2.. Psychological Health... 

3.. Spiritual Health... 

4.. Virtual Health... 

5.. Social Health... 

પાંચ પ્રકારના સ્વાસ્થ્યની આધારશીલા HEART છે... 

 

1. Physical Health ની આધારશીલા.. 

   Heart Beats of the Heart... 

હૃદયની સારવાર અને સાચવણી વિષય પરનું એક પુસ્તક હાથમાં આવ્યું હતું તેનું ટાઇટલ હતું… "હૃદયને ધબકતું રાખો" પાંચે પ્રકારના સ્વાસ્થ્ય માટે હૃદય ધબકતું રહે તે ખુબ જરૂરી છે. શરીરના બીજા Organs કદાચ Disturb થાય કે Fail થાય પણ Heart Beats ચાલતા હોય તો માણસ જીવંત છે. બીજા Organs સારા પણ હોય પરંતુ Heart Beats બંધ પડી જાય તો માણસને મૃત જાહેર કરવામાં આવે છે. દર્દીના હૃદયના ધબકારા Irregular થાય તો ડૉક્ટરો Cautious બની જાય છે. 

 

2. Psychological Health સચવાય છે... 

    Due to Harmony of the Heart... 

હાર્મની એટલે સંવાદિતા... 

હાર્મની એટલે સમરસતા... 

હાર્મની એટલે શાંતિ અને પ્રસન્નતા…

 હૃદયમાં ઉદ્વેગ નથી... વ્યગ્રતા નથી.. ઉકળાટ નથી... દ્વેષ દુર્ભાવ નથી તો મન સ્વસ્થ રહે છે. આવા કોઈ કચરા હૃદયમાં ભરાઈ જાય છે ત્યારે મનની શાંતિ અને ચિત્તપ્રસન્નતા ખોરવાય છ. 

 

3. Spiritual Health જળવાય છ... 

    Due to Holiness of the Heart... 

પવિત્રતાનું સરનામું પણ હૃદય છ. બાહ્ય આચરણ ગમે તેટલું સારું હોય પણ હૃદય પવિત્ર નથી તો અધ્યાત્મ પાંગરતુ નથી. સ્વચ્છ અને પવિત્ર હૃદયમાં અધ્યાત્મ વિકસે છે. પવિત્રતા એટલે કામ- ક્રોધાદિ દુર્ગુણોનો અભાવ. 

 

4. Virtual Health જાળવવા માટે બે ગુણો ખૂબ જરૂરી છે... 

    Honesty and Humbleness... 

Honesty ભલે જીવનમાં જુદા જુદા વહેવારોમાં Present થાય છે, પણ વાસ્તવમાં તે એક ભાવના છે. નૈતિકતા અને Morals ભાવનામાં હોય તો સંભાવનામાં આવે છે. તમે નમ્રતા.. વિનય.. દયા.. કરુણા વગેરે ગુણોનો વસવાટ પણ હૃદયમાં છે. હૃદયની Honesty અને Humbleness હશે તો તમારો ગુણ પિંડ (Virtual Health) સ્વસ્થ રહેશે. 

 

હું મુંબઈ વાલકેશ્વરમાં રહેતા એક મોટા શ્રીમંત વેપારીને ઓળખું છું. કોટન એક્સપોર્ટના તે કદાચ દેશના સૌથી મોટા વેપારી છે. દેશ-વિદેશમાં તેમની પેઢીની શાખાઓ છે. કરોડોનો વેપાર હોવા છતાં તે જીવનમાં ક્યારેય નાનું સરખું પણ જૂઠું નથી બોલ્યા. અને નાની સરખી પણ અપ્રમાણિકતા નથી કરી. તે કેહતા હતા કે કારણથી હું ઘારું ત્યારે રાત્રે કે દિવસે આરામથી સુઈ શકું છું.

Honesty ને એક થેરપીનો દરજજો મળવો જોઈએ. પ્રામાણિકતા જે જીવે છે તેને કોઈ ચિંતા નથી હોતી. અનીતિ અને અપ્રામાણિકતાથી જીવે છે તેને ટેન્શન ઘણા હોય છે. અને, ટેન્શન અને ચિંતાઓ હોય ત્યાં શારીરિક સ્વસ્થતાને અસર પહોંચવાની. પ્રામાણિકતાથી જીવનાર નીરોગી અને દીર્ઘ આયુષ્યની સંભાવના વધારે છે. જૂઠ, અનીતિ, બેઈમાની કે વિશ્વાસઘાત કરનાર પોતાના મન ઉપર ખૂબ સ્ટ્રેસ અનુભવે છે. તે સ્ટ્રેસ શરીરમાં રોગો પેદા કરે છે. તેવા માણસ શાંતિથી નિંદ્રા લઈ શકતા નથી. બીજાની ઠગાઈ કરવી વાસ્તવમાં પોતાની ઠગાઈ છે. 

આજે કયા ધંધા કે વ્યવસાયને અનીતિ આભડી નથી? લાંચ... કટકી ... ભેળસેળ... ડુપ્લીકેટ માલ... વિશ્વાસઘાત... ખોટા તોલમાપ... વ્યાજખોરી ... સંગ્રહખોરી ... બદલા કરવા... કરચોરી... દાણચોરી... કામચોરી વગેરે અનેક રીતે અનૈતિકતા આચરાતી હોય છે. ડોકટરની ફી તગડી હોઈ શકે. પણ જયારે કોઈ ડોકટર સેલ્સ એજન્ટની અદાથી કોઈ ફાર્માસ્યુટિકલ કંપનીનો પ્રોફિટ વધારવા અમુક ટાર્ગેટ સાથે તે કંપનીની દવાના Prescriptions લખી આપે ત્યારે તે ડોકટર માં "વેપારી" અવતરે છે. 

કદાચ ચાલીસ-પચાસ વર્ષ જૂની પણ સત્ય ઘટના છે. 

 

સાઠંબા ગામનાં મગનભાઈને કાપડની દુકાન હતી. એકવાર પોતે સ્નાન કરવા ગયા ત્યારે પુત્ર જગજીવનને દુકાન સંભાળવા કહ્યું. એક ગ્રાહક આવ્યો તેણે એક કપડું ખરીધું. જગજીવનને તેના બે આના લીધા. મગનભાઈને ખબર પડી. 

"અલ્યા, આ તો દોઢ આનાનું હતું. તે અડધો આનો વધારે લીધો..." 

પહેરેલે પંચિયે તે ગ્રાહકને શોધવા નીકળ્યા. ગ્રાહક મળ્યો. તે દિવસથી તેમણે આયંબિલ શુરૂ કર્યા. ત્રણ આયંબિલ થયાં. ચોથે દિવસે દુકાન પાસેથી પસાર થતા ઘરાકને જગજીવનને જોયા અને ઓળખી ગયો. તરત ભાઈને બોલાવીને અડધો આનો પાછો આપ્યો પછી આયંબિલનું  પારણું કર્યું. 

 

બ્રિટનના એક સિટીમાં એક જજ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને દંડ ભરવા માટે ખિસ્સામાંથી રકમ કાઢી. 

પોલીસ ઓફિસરે કહ્યું : શેનો દંડ? 

"મેં ગાડી ચલાવતી વખતે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કર્યું હતું" 

"પણ આવો કોઈ ગુનો તમારા નામે નોંધાયેલો નથી" 

"તમારી પોલીસે ભલે નોંધ્યો હોય. મારી અંદરની પોલીસે નોંધયો છે." 

આપણી અંદરની પોલીસ જો સતર્ક અને સક્રિય હોય તો આપણે કોઈપણ પ્રકારની બેઈમાની આચરી શકેએ ખરા? 

 

5. પાંચમા નંબરની હેલ્થનું નામ છે. Social Health... 

   જે જળવાય છે... 

    Due to Humanity of the Heart... 

વર્તમાનમાં સમાજની સ્થિતિ ખુબ ચિંતાજનક છે. છેલ્લા દોઢ બે મહિનાથી Lockdown છે. આવકના સ્ત્રોત બંધ થઈ ગયા છે. ખર્ચા તો ચાલુ છે. આવક- જાવકનું બેલેન્સ ખોરવાયું છે. અનેક પરિવારો ભારે ચિંતામાં છે. આ સંયોગોમાં માનવતાને ખૂબ મોટું માર્કેટ ઉપલબ્ધ છે. માણસ માણસની સહાયમાં જઈને ઊભો રહે તેનું નામ માનવતા. દુઃખીઓનાં દઃખોને Feel કરવાનો અને Heal કરવાનો અવસર છે. દરેક શક્તિસંપન્ન વ્યક્તિએ પોતાની સંપત્તિને માનવસેવાના માર્ગે વહેવડાવવાનો પરફક્ટ સમય છે. નજીકના સ્વજનો, આડોશી પાડોશી અને સ્ટાફ મેમ્બર્સને ખાસ સાચવી લેવા જોઈએ. 

તમારી નજીકમાં કોઈ વ્યક્તિ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. છેલ્લા દોઢ મહિનાથી રીક્ષા બંધ છે. રિક્ષાના પેટ્રોલનો સવાલ નથી. સવાલ પેટના પેટ્રોલનો ઉભો થયો છે. 

ફેરી કરીને પરિવારનું ભરણપોષણ કરનારા વ્યક્તિ રોજ ફેરીમાં સાંજ પડે દોઢસોથી બસો રૂપિયા કમાય છે. તમાં માણસના પરિવારને નભાવે છે. લોકડાઉનને કારણે ફેરી બંધ છે. તેમને કેવા ફેર (ચક્કર) ચડતાં હશે? 

અદરમાં ઊંડે સુતેલી માનવતાને ઢંઢોળો, જગાડો અને તેને ખૂબ એક્ટિવે કરો. 

Harmony... Holiness... Humbleness... Honesty અને Humanity 

પાંચય દેવદૂત (Angels) છે. અને તે પાંચેય દેવદૂત એક સ્વર્ગમાં રહે છે. તે સ્વર્ગનું નામ છે... 

HEART...