LOCKDOWN:
આશીર્વાદ કે અભિશાપ?
- ACHARYA VIJAY MUKTIVALLABH SURIJI
કોરોનાનો આતંક વિશ્વભરમાં વ્યાપ્યો છેેે. તેનો કેર અને જોર ઘટવાનું નામ નથી લેતા. દુનિયાભરના દેશો તેનો વ્યાપ વધે નહીં તે માટે ખૂબ Precautions લઇ રહ્યા છેે. હજુ સુધી કોરોનાની કોઈ ઓથેન્ટિક ટ્રીટમેન્ટ શોધાઇ નથી. તેથી Precautions નું મહત્વ ઘણું છેે.
ડોક્ટર્સ, નર્સીસ વગેરે હજારો હેલ્થ વર્કર્સ કોરોનાગ્રસ્ત દર્દીઓની વચ્ચે રહીને તેમની સારવાર કરી રહ્યા છેે. પેથોલોજિકલ લેબોરેટરીના ટેકનિશિયન્સ રોજ અનેક Suspected Patients ના ટેસ્ટ લઇ રહ્યા છેે. આ બધાને Precautions માટે PPE (Personal Protective Equipment) કીટ પહેરવી ફરજીયાત છેે. Infection થી બચવા માટે આ તકેદારી ખૂબ જરૂરી છેે. PPE કિટમાં તે પહેરનાર From Top to Bottom Fully Covered થઈ જાય છેે. શરીરનો કોઇપણ ભાગ ખુલ્લો નથી હોતો. આ તો થઈ હેલ્થ વર્કસની વાત.
ઈન્ડોનેશિયામાં કોરોનાનો કેર અત્યંત બેકાબૂ છેે. ત્યાંની સરકારે ઘણા કડક નિયમો બનાવ્યા છેે. તમાં સંપૂર્ણ શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા ફરજિયાત કર્યા છેે.
આપણી સાંસ્કૃતિક મર્યાદાઓ ખૂબ વજનવાળી અને અનેક પ્રયોજનવાળી છેે. તેમાં સંસ્કારિતા, ધાર્મિકતા જેવા આધ્યાત્મિક પવિત્ર હેતુઓ તો રહેલા છેે, સાથે સાથે આરોગ્ય, માનસિક પ્રસન્નતા, સાત્વિક ભાવના વગેરે અનેક ઉમદા પ્રયોજનો ગર્ભિત રીતે સંકળાયેલા છેે.
આપણી સાંસ્કૃતિક પરંપરામાં પરસ્પર મળતી વખતે Shake Hand કરવાનો રિવાજ નથી. બે હાથ જોડીને પ્રણામ કરવાની પ્રાણાલિકતા છેે. પરસ્પર હાથ મિલાવવાથી કોરોનાનો ચેપ ફેલાય છેે તેવું સાબિત થયું છેે. સ્પર્શથી ઇન્ફેકશન ફેલાય છેે. યુરોપના કેટલાક રાષ્ટ્રોએ હાલના સંજોગોમાં હાથ મિલાવવા પર પ્રતિબંધ મુક્યો છે.
આપણી સાંસ્કૃતિક પરંપરાની વેશભૂષા ખૂબ મર્યાદાપૂર્ણ છેે. પુરુષ અને સ્ત્રી બંનેના વેશ સંપૂર્ણ શરીર ઢંકાય તેવા હતા. પુરુષો માથે પાઘડી કે ટોપી પહેરતા. અંગ પર ઝભ્ભો કે અંગરખું હોય અને નીચે પગડી એડી સુધી પહોંચે તેવી ધોતી પહેરી હોય. સ્ત્રીની વેશભૂષા તો વિશેષ મર્યાદાપૂર્ણ હતી. આપણી સંસ્કૃતિ સાડીની સંસ્કૃતિ છેે. બહેનો માથું ઓઢેલું જ રાખતા. તેથી આગળ વધીને લાજ કાઢતા. આ બધાની પાછળ શીલરક્ષા અને સદાચારરક્ષાના પવિત્ર આશયોની સાથે તેના આડલાભો ઘણા હતા.
વજ્ઞાનિક સંશોધન મુજબ Fair Skin પર સૂર્યના કિરણો ડાયરેક્ટ પડવાથી સ્કીન કેન્સરનું જોખમ વધે છેે. જે દેશમાં સ્ત્રીઓને માથે ઓઢવાનો રિવાજ છેે ત્યાં સ્કીન કેન્સરનું પ્રમાણ ઓછું છેે. સ્કીન કેન્સરનુંં પ્રમાણ સૌથી વધારે ઓસ્ટ્રેલિયામાં છેે. દર લાખ માણસે ૩૩.૬ નો રેશિયો છેે. જયારે આપણા દશમાં તે રેશિયો ૦.૫ થી ૨ નો છેે.
આપણી સાંસ્કૃતિક મર્યાદાઓ ઋષિ-મુનિઓએ પ્રવર્તિત કરેલી છેે. પ્રત્યેક મર્યાદામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ છુપાયેલો છેે.
અનેક પ્રસિદ્ધ ધર્મસ્થાનોમાં તેના મેનેજમેન્ટ દ્વારા અમુક ચોક્કસ ડ્રેસકોડ નક્કી કરવામાં આવ્યા છેે. દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ ધર્મસ્થાન તિરુપતિ બાલાજી મંદિરમાં બહેનોએ સંપૂર્ણ દેહ ઢંકાય તે રીતે સાડી કે અન્ય મર્યાદાપૂર્ણ વેષ પહેરવો ફરજિયાત છેે. પુરુષોએ પણ સંપૂર્ણ શરીર ઢંકાય તેવા ધોતી લૂંગી અને ઉપરનું ઉત્તરી વસ્ત્ર પહેરવું ફરજીયાત છેે.
કેરળના સુપ્રસિદ્ધ પદ્મનાભ મંદિરમાં પણ સ્ટ્રીક્ટ ડ્રેસકોડ છેે. મંદિરમાં પ્રવેશ કરનારા દરેક આ ડ્રેસકોડ નું ફરજીયાત પાલન કરવાનું હોય છેે. પુરુષોએ કમર થી માંડીને પગની એડી સુધી પહોંચે તેવી ધોતી કે લૂંગી પહેરવાની હોય છેે. બહેનોએ પણ આખું શરીર ઢંકાય તેવા સાડી કે અન્ય મર્યાદાપૂર્ણ વેષ પહેરવા ફરજિયાત છેે.
આજ રીતે વૈષ્ણોદેવી મંદિરમાં પણ આવો સંપૂર્ણ શરીર ઢંકાય એવો મર્યાદાપૂર્ણ ડ્રેસકોડ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે નિયત થયેલો છે.
અમૃતસરના સુવર્ણમંદિરમાં ભાઈઓ અને બહેનો બંને માટે માથું ઢાંકવાનું ફરજિયાત છેે. બાય વગરના કે ટુંકા કપડા ત્યાં પૂર્ણતયા પ્રતિસિદ્ધ છેે.
આ તો થઈ ધર્મસ્થાનોની વાત...
મુંબઈની સોમૈયા કોલેજે પણ ડ્રેસકોડ નક્કી કરેલો છેે. સ્લીવલેસ ટોપ કે ટૂંકા કપડાંનો નિષેદ છેે.
મર્યાદાપૂર્ણ વેશભૂષા એ સામાજિક સ્તરે સદાચારનું સુરક્ષાકવચ છેે. વસ્ત્રોની બાબતમાં એટલી સાદીસમજ તો દરેકને હોવી જોઈએ કે વસ્ત્ર અંગ ઢાંકવા માટે હોય છેે. અંગપ્રદર્શન માટે નહીં. વસ્ત્ર સાથે ઈજ્જત સંકળાયેલી છેે. ઈજ્જતના વસ્ત્ર પહેરનારનો પોષાક આખી જિંદગી ટકે. વસ્ત્રોને ઈજ્જતરૂપ બનાવનારનો પોશાક જલ્દી જર્જરિત બને. કારણ કે ફેશન બદલાય તેમ તેનો વેષ જૂનો થઈ જાય. આજે માણસ કપડાં જુના થાય કે ફાટી જાય ત્યારે નથી કાઢતો... ફેશન જૂની થાય ત્યારે કાઢી નાખે છેે.
પ્રબુદ્ધ ગુજરાતી ચિંતક અને લખક શ્રી ગુણવંત શાહે પોતાના એક પુસ્તકમાં લખ્યું છેે :
અમેરિકાની એક કોલેજમાં મારું પ્રવચન હતું. એક યુવતીએ પૂછ્યું-અમેરિકામાં કઈ બાબત તમને ન ગમી? મેં કહ્યું: એક બાબત નથી ગમી. અમેરિકન સ્ત્રીઓ ધીમે ધીમે Feminine Grace (સ્ત્રીસહજ શોભા) ગુમાવી રહી છેે.
લજ્જા અને મર્યાદા સ્ત્રીની ખરી શોભા છેે. એરિસ્ટોટલે તેની પુત્રી પિથિયાને પૂછ્યું:
"ગાલ સુંદર દેખાય તે માટે સ્ત્રીઓ ગાલ પર રંગ લગાડે છેે. ગાલ પર લગાડવા માટે તને સૌથી ઉત્તમ રંગ કયો લાગે છેે ?"
પુત્રીએ કહ્યું: લજ્જા...
આજથી ૧૫-૧૬ વર્ષ પૂર્વે ભાવનગરમાં ઉચ્ચ હોદ્દા પર રહેલા એક પોલીસ અધિકારી મળતા હતા. તેમને પાંચેક વર્ષની દીકરી હતી. તે દીકરીને તે ઉંમરમાં પણ તે વેસ્ટર્ન ઢબના કપડાં પહેરાવતા નહોતા. તમણે તેનું કારણ આપતા જણાવ્યું : વેસ્ટર્ન ઢબના કપડા પહેરવામાં કાંઈ ખોટું નથી તેવું તેના મનમાં સ્થાપિત ન થઇ જાય તે માટે અત્યારથી જ તેને વેષ મર્યાદાના સંસ્કાર આપીએ છીએ.
મુંબઇ બોરીવલીના એક સદ્ગ્રહસ્થ અને તેમના ધર્મપત્ની બાળકોના સંસ્કાર પર વિશેષ ધ્યાન આપે છેે. તે માને છેે કે સંસ્કારિતા માટે વેશભૂષા... રહેણીકરણી... ખાણીપીણી બધું જ મર્યાદાસભર હોવું જોઈએ. તેમની વિદેહી અને પ્રાર્થના નામની બે દીકરીઓ પંદર-સોળ વર્ષની ઉંમરની કદાચ હશે. હજુ સુધી વેસ્ટર્ન ઢબના વસ્ત્રો તેમણે ક્યારેય પહેર્યા નથી.
રમણલાલ યાજ્ઞિકની ખ્યાતનામ નાટક મંડળી હતી. એકવાર જૂનાગઢના નવાબના આં ગણે નાટક ભજવવાનું એમને આમંત્રણ મળ્યું. નાટકનું નામ હતું... સીતા વનવાસ...
સીતાજી ના ખુલ્લા હાથ-પગ ને બાંહો જોઈને નવાબ સાહેબ બરાડી ઉઠ્યાં:
याग्निक ! बंद करो यह नाटक। सीताजी को तुमने यह कैसा लिबास पहनाया है?
યાજ્ઞિકે સ્પષ્ટતા કરી:
આ તો વનવાસનું દ્રશ્ય છેે. તેમાં વાસ્તવિકતા લાવવા માટે સીતાજીને આદિવાસી વસ્ત્રો પહેરાવ્યા છેે.
નવાબનો આક્રોશ ન શમ્યો. તેમણે ગુસ્સામાંં કહ્યું:
बंद करो यह बकवास । उस जमानेमें यह लिबास चलता होगा और तब सीताजी जंगल में थे। अब नाटक आज के जमाने में तुम कर रह हो, और शहर में कर रह हो। वस्त्रोंकी मर्यादा होनी चाहिए । तुम अभी और अभी सीताजी को पूर्ण वस्त्र पहना दो।
નવાબના હુકમનો તત્કાલ અમલ થયો. નાટકમાં વચ્ચે બ્રેક પડયો. મર્યાદાપૂર્ણ રાજરાણીનાં વસ્ત્રોમાં સજ્જ થઈને સીતાજી સ્ટેજ પર આવ્યા.
વનવાસી સીતાને બાદશાહીપૂર્ણ વસ્ત્રોમાં જોઈને પ્રેક્ષકો પ્રભાવિત થઈ ગયા. અને તાલીઓના નાદથી સભાએ તેમને અભિનંદીત કર્યા.
બીજાના મનને મલિન કરે તેવો અભદ્ર વેશ પહેરવાની કદાચ સ્વતંત્રતા હોઈ શકે.. પણ તમાં સભ્યતા, વિવેક અને ઔચિત્ય ખરું ?